છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલ છોડવાની ગામે સરકારી માધ્યમિક શાળા આવેલી છે. આ માધ્યમિક શાળા વર્ષ 2017થી કાર્યરત છે. અને 2017થી પોતાનું મકાન નથી. અને હાલ માધ્યમિક શાળા છોડવાની પંચાયત ઘરના મકાનમાં ચાલે છે. સતત ત્રણ વર્ષથી માધ્યમિક શાળાનું ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ આવે છે. ગ્રામ પંચાયત ખાતે અરજદારો આવતા હોય ત્યારે બાળકોને અભ્યાસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.