ઉદવાડા પારડી રોડ છેલ્લા કેટલાક મહિનાથી ભારે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. પહેલા ખાડાઓથી ત્રાહિમામ થયેલા સ્થાનિકો હવે ધૂળના સામ્રાજ્યથી પરેશાન છે. વરસાદ બંધ થતાં જ રસ્તા પર ઉડતી ધૂળે રોજિંદી મુસાફરી મુશ્કેલ બનાવી દીધી છે. રોડ પર સતત ધૂળ છવાઈ જતા મુસાફરોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે તેમજ વાહનચાલકો માટે પણ પરિસ્થિતિ જોખમી બની ગઈ છે.