જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ પટેલ ના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ નો પોલીસ સ્ટાફ સતત જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સથી ચોક્કસ માહિતી મળતા કેશોદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં આરોપી મહેન્દ્ર ઉર્ફે મનીષ ધીરુભાઈ પટેલ વલસાડ વાળા ને દમણ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.