ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આ બેઠકમાં પોલીસ અધિકારીઓ અને ધાર્મિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ગણેશ વિસર્જન અને ઈદના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે સુનિશ્ચિત કરવાનો હતો. આ બેઠકમાં તમામ ધર્મના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં હાજર રહેલા આગેવાનોએ પણ પોલીસને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.