તિલકવાડા તાલુકાના રામપુરી ગામ નજીક થી અશ્વિન નદી પસાર થાય છે અને સામે કાઠે પીછીપુરા ગામ આવેલું છે આ બંને ગામ વચ્ચે અશ્વિન નદી ઉપર નીચી સપાટી ના બ્રિજ આવેલો છે. અને હાલ પડી રહેલા ભારે વરસાદને પગલે અશ્વિન નદીમાં ભારે માત્રામાં પાણીની આવક થઈ છે જેના કારણે અશ્વિન નદી ઉપર આવેલો બ્રિજ પાણીમાં ગળકાવ થયો છે અને રામપુરી અને પીછીપુરા વચ્ચેનો રસ્તો બંધ થતા સામે કાઠે આવેલ પીછીપુરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે