Download Now Banner

This browser does not support the video element.

ભચાઉ: ભચાઉથી 20 કિલોમીટર દૂર ભૂકંપના આંચકાથી લોકોમાં ફેલાયો ભય

Bhachau, Kutch | Aug 22, 2025
ગતરોજ કચ્છમાં વરસાદી વાતાવરણ વચ્ચે માત્ર 7 મિનિટના અંતરમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. આ આંચકા પૂર્વ કચ્છના ભચાઉ અને રાપર નજીક નોંધાયા હતા. ગતરાત્રે 10:12 વાગ્યે ભચાઉથી 20 કિલોમીટર દૂર 3.4ની તીવ્રતાનો પ્રથમ આંચકો આવ્યો હતો. ત્યારબાદ, 10:19 વાગ્યે રાપરથી 19 કિલોમીટર દૂર 2.7ની તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો હતો. સદનસીબે, આ આંચકાઓને કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં થોડો ભય અને ગભરાટ ફેલાયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us