વડોદરા : પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો શનિવાર અને સાથે અમાસ હોય શહેરમાં આવેલા તમામ હનુમાનજી દાદાના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો દર્શનાથે ઉમટ્યા હતા.જ્યારે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.સુરસાગર તળાવ કિનારે આવેલા શ્રી હઠીલા હનુમાનજી દાદાના મંદિરે દાદાને 1001 બિસ્કીટના હિંડોળાની સાથે ભગવાન શ્રીનાથજીના વાઘા અર્પણ કરવામાં આવ્યા છે સાથે જ મહા આરતી, પ્રસાદી, કથા અને સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે.