હાલોલ તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતોની જાહેર થયેલી ચૂંટણી આગામી તારીખ 22 જૂન 2025 ના રોજ યોજાનાર છે.જેને લઇને આજે ચૂંટણી ફોર્મ ભરવાના અંતિમ દિવસે પોતાના ટેકેદારો સાથે ફોર્મ ભરવા માટે ઉમેદવારો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. જેમાં આજે સોમવારે 9 જુન 2025 ના રોજ બપોરે 3:00 વાગ્યા સુધી ફોર્મ ભરવાના આખરી સમય સુધીમાં અનેક ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા. જોકે કેટલા ફોર્મ ભરાયા છે તે ચિત્ર મોડી સાંજે સ્પષ્ટ થશે તેવી વિગતો મળવા પામેલ છે.