નવસારી જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જલાલપોરના સંતોષી માતા ઓવારા નજીકથી આશરે ચારથી પાંચ વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટના પહેલા બપોરે પૂર્ણા નદી કિનારે સમાન વયની બાળકીનો મૃતદેહ મળતા એક જ દિવસમાં બે બાળકીના મૃતદેહ મળ્યા છે. સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી, ફાયર ફાઈટરોએ મૃતદેહનો કબજો લઈ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. સતત બે બાળકીના મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.