તાપી જિલ્લા ના ડોલવણ ખાતે રહેતા અને ડોલવણ તાલુકા પંચાયત માં નોકરી કરતા સતીશ અમરસિંહ પટેલ નો ૧૮ વર્ષીય પુત્ર કેવિન ગત એક મહિનાથી ચીખલી તાલુકાના દેગામ ખાતે નોકરી કરતો હતો. અવરજવર માટે તે પોતાના પિતા ની સ્પ્લેન્ડર મોટરસાયકલ નં.જીજે ૨૬એડી ૫૫૫૮ ના ઉપયોગ કરતો હતો. ગતરોજ ગુરુવારની સાંજના સમયે તે ઘરે પરત આવી રહ્યો હતો. આ સમયે મહુવા તાલુકા ના કોષ ગામ ની સીમ ના નવા ફળીયા નજીક થી ઘરે જવા પસાર થતો હતો તે સમયે અકસ્માત નડતા મોત.