અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતા નયન સંતાણી નામના સિંધી સમાજના યુવકની હત્યાના મામલે રાજ્યભરમાં રોષ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં અને નયનને ન્યાય અપાવવા માટે, વિસનગરના સિંધી સમાજ દ્વારા આજે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં હુમલો કરનારા તમામ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની અને તેમને સખત સજા આપવાની માંગ કરવામાં આવી છે.