ડાંગ જીલ્લામાં ઇદ એ મિલાદ તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિક્ષકશ્રી ની કચેરી ખાતે ડાંગ જિલ્લા પોલીસવડા સુશ્રી પુજા યાદવ,ડાંગ-આહવાનાઓના અધ્યક્ષસ્થાને , ડીવાયએસપી શ્રી જેએચ સરવૈયા ની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ. ડાંગ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો અને પી.આઈ અને પી.એસ.આઇ ,કર્મચારીઓ આ શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા