વડોદ ખાતે આવેલ જર્જરિત પાણી ટાંકીના અહેવાલ દર્શાવ્યા બાદ તંત્ર દોડતું થયું,પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાવુલજી અને ઝોનના અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લીધી,અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લીધા બાદ કોન્ટ્રાક્ટરને ઝડપથી કામગીરી કરવા માટેના આદેશ પણ આપ્યા છે,જે તે વખતે બનાવેલા કોન્ટ્રાક્ટર ની બેદરકારી હશે તો તેમની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે