સુરતના મહુવા તાલુકામાં આવેલા અલગટ ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ વિષય પર તાલીમનું આયોજન કરાયું હતું. જેમાં તેઓને પારંપરિક ગૌ આધારિત થતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ, મહત્વ અને ફાયદા વિષે વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી હતી. BTM સંતોષભાઈ અને એ TPM ત્વિશા પટેલે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને મળતા પ્રોત્સાહનના ભાગરૂપે અમલી વિવિધ સહાયકારી યોજનાઓ અને તેનાથી ખેડૂતોને થતા આર્થિક લાભો અંગે માર્ગદર્શન આપ્યું હતું.