છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈનની અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં સાંસદ અને સર્વે ધારાસભ્યોના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા. જે પ્રશ્નોનો વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો હતો.