થાનગઢના તરણેતર ખાતે સુપ્રસિધ્ધ મેળાની તૈયારી શરૂ થઈ ચૂકી છે ત્યારે પ્લોટની હરાજી પ્રક્રિયા બે દિવસથી શરૂ કરાઈ હતી જેમાં પ્રથમ દિવસે ૭૦.૪૩ લાખ રૂપિયાની આવક થઈ હતી જ્યારે બીજા દિવસે એટલે કે ૧૯ ઓગસ્ટના રોજ વધુ ૧૧૨ પ્લોટની હરાજી થતા કુલ ૪૩.૩૫ લાખ રૂપિયાની આવક થઈ હતી. અને ત્રીજા દિવસે કુલ 74 પ્લોટની હરાજી કરી ૧૦.૪૨ લાખ રૂપિયાની આવક મેળવી હતી તરણેતર મેળામાં કુલ ૧.૪૧ કરોડની આવક થઈ છે.