ભાદરવી નોમ નિમિત્તે માલપુરના વણઝારા પરિવારે મેઘરજ ખાતે આવેલ શ્રી રામદેવજી મંદિરે નેજા ચઢાવી પોતાની માનતા બાધા આખડી પુરી કરી.પરિવારજનોએ માલપુરથી ચાલતા સંઘ સાથે પહોંચીને ભક્તિભાવથી નેજા અર્પણ કર્યા હતા.ભાદરવી નોમના દિવસે રામદેવજી મંદિરે નેજા ચડાવવાનું વિશેષ મહત્વ રહેલું છે.ભક્તો માનતા પૂર્ણ કરવા આ દિવસે દૂર–દૂરથી આવી રામદેવજીની આરાધના કરે છે.