મોરબી શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ -૦૨ ડેમ ૧૦૦ ટકા ભરાય જતા આજે સવારે મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે અને ડેપ્યુટી કમિશ્નર સંજય સોની દ્વારા જોધપર પાસે આવેલ મચ્છુ -૨ ડેમ ખાતે પોહચી નવા નીરના વધામણા કર્યા હતા.