બીલીમોરાના ભાગ્ય ગણેશ યુવક મંડળમાં ગણેશ મહોત્સવના પાવન પ્રસંગે ભક્તિમય માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે બીલીમોરા નગરપાલિકા પ્રમુખ મનીષ પટેલ અને બીલીમોરા પોલીસ સ્ટેશનના પીઆઈ જયદીપસિંહ ચાવડાએ ઉપસ્થિત રહી બાપ્પાની આરતી ઉતારી હતી. સ્થાનિક ભક્તો અને યુવક મંડળના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.