વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ‘એક પેડ મા કે નામ’ અભિયાનને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે પધારેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે આજરોજ રણભુન ઘાટીમાં એક પેડ માં કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર વન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં રાજ્યપાલએ બોરસલ્લી વૃક્ષ રોપીને પર્યાવરણ સંરક્ષણ થકી હરિયાળા ગુજરાતનો સંદેશ આપ્યો હતો.