ઝઘડિયા સ્થિત ચિશ્તિયા ખાનકાહ ખાતે ચિશ્તીયા કમિટી તરફથી રશ્મ એ ગુલપોશીનો કાર્યક્રમ યોજાયો હતો. ઝઘડિયા ખાન કાહે ચિશ્તિયાના ગાદી નશીન હાજી સૈયદ રફીકુદ્દીન પીરઝાદા સાહેબ હાલમાં જ પવિત્ર મક્કા શરીફની હજયાત્રા પર જઇ પરત આવ્યા તે માટે તેઓની તેઓ સાથે હજયાત્રાએ ગયેલા અન્ય હાજી સાહેબોની ગુલ પોશીનો કાર્યક્રમ યોજાયો હતો.