આજરોજ ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે વાકાનેર શહેર ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા વાંકાનેર પંથકમાં ઠેર ઠેર ગણપતિ પંડાલોમાં ગણેશ ભગવાનની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં શહેરના જીનપલા ચોક ખાતેથી ભવ્ય શોભાયાત્રા વાંકાનેર શહેરના રાજમાર્ગો તરફ આગળ વધી હતી. જે બાદ તમામ જગ્યાએ ગણપતિ પંડાલોમાં ગણેશ ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી.