સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ આજે 456 રૂપિયા ઘટીને 97,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. પહેલા તેની કિંમત 97,916 રૂપિયા હતી. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹99,330 પ્રતિ 10 ગ્રામ છે.