જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નિયમ વિરુદ્ધ અને ટેન્ડર વગર GIPL એજન્સીને વર્ક ઓર્ડર આપી દઈ ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણા દ્વારા કરવામાં આવ્યા છે.સમગ્ર બાબતે ગુજરાત તકેદારી આયોગ ગાંધીનગર ને રજૂઆત કરવામાં આવી છે.તપાસ કરી એજન્સીને બ્લેકલિસ્ટ કરવા રજૂઆત કરાઈ છે.