ગોંડલનાં રીબડા ફાટક પાસે ધસમસતી પસાર થઇ રહેલી ટ્રેન હેઠળ મોટાદેવળીયાનાં યુવાને પડતુ મુકી આત્મહત્યા કરી હતી.મૃતક યુવાન પરીવાર નો એકનો એક પુત્ર અને આધારસ્તંભ હતો.આઠ મહીના પહેલા તેની સગાઇ થઇ હતી.અને દિવાળી એ લગ્ન લેવાનાં હતા. મૃતક રાજકોટ કારખાનામાં નોકરી કરતો હતો.આશાસ્પદ યુવાન નાં અકાળે મોત થી પરીવાર શોકમગ્ન બન્યો હતો. અને કલ્પાંત છવાયુ હતુ. શુક્રવારે ચાર વાગ્યાનાં સુમારે જબલપુર થી સોમનાથ જઇ રહેલી 11464 નંબરની ટ્રેન રીબડા સ્ટેશને ક્રોસીંગ કરી