બોરસદ તાલુકાના અલારસા ગામે અભેટાપુરા સીમ વિસ્તારમાં આવેલ કુવામાં એક કોબ્રા સાપ જોવા મળ્યો હતો.જેને લઇ ગ્રામજનોના ટોળા એકઠા થઇ ગયા હતા અને આ અંગે નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમને જાણ કરવામાં આવતા ટીમના મેમ્બર દોડી આવ્યા હતા અને કુવામાં દોરડા વડે ભારે જહેમત બાદ કોબ્રા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.