ગાંધીનગર મહાનગરપાલિકાના સેકટર 19 ખાતે એક મસમોટો ભૂવો પડી ગયો હતો. આ ભુવો પડતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ ગયા હતા. ત્યાર બાદ સેકટર 19ના સ્થાનિકો દ્વારા મનપા અને સ્થાનિક કોર્પોરેટર ને રજુઆત કરી હતી. ત્યાર બાદ આજે મહાનગર પાલિકા દ્વારા ભૂવા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.