આજે તારીખ 7 ઓગસ્ટ 2025 ના સવારે 10 કલાક આસપાસ વલ્લભીપુર તાલુકાના નસિતપર ગામે કેરી નદીમા ઇક્કો કાર તણાઈ હતી , જેમાં ઈક્કો કારમાં બે લોકો સવાર હતા , કાર તણાતા ગામ લોકો દ્વારા રેસ્ક્યું કામગીરી હાથ ધરી હતી ,બે કલાકની જહેમત બાદ કારમાં સવાર લોકોનું રેસક્યું કરાયું હતું ,ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદીના પ્રવાહમાં સતત થઈ રહ્યો છે ત્યારે નદીના કોજ વે પર પાણીનું સ્તર અચાનક વધી જતાં રસ્તો બંધ થયો હતો, જો કે બંને કાર સવારનો આબાદ બચાવ થયો હતો .