માંડવી અને કોડાયપુલ વચ્ચે આવેલા જલારામ સ્ટોરેજની બાજુમાં ધોરીમાર્ગ પર બપોરે બાઈકથી જઈ રહેલા અને મૂળ બિહારના અભિષેકસિંગ અને સકલેન નામના બે યુવાન માર્ગ પર ઊભેલા ડમ્પરમાં ધડાકાભેર અથડાયા હતા, જેમાં બંનેને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજા પહોંચી હતી. બંને યુવાનને તાત્કાલિક સારવાર માટે માંડવીની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાંથી તેમને વધુ સારવાર માટે ભુજ ખાતે ખસેડાયા હતા. બંનેની હાલત અતિભંગીર જણાતાં તેમને વેન્ટીલેટર પર રખાયા હતા. કોડાય પોલીસે અકસ્માત અ