મા કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન ના નાદ સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રીને બિહારમાં આરજેડી અને કોંગ્રેસના નેતાઓ દ્વારા અભદ્ર ટીપણી કરવામાં આવી તેના વિરોધમાં પ્રતિક ઉપવાસ તેમજ રેલી ના સ્વરૂપ માં આવેદન પત્ર નું આયોજન કરાયું છે.તે માટે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આજરોજ ગિરનાર કમલમ કાર્યાલય ખાતે આયોજનની બેઠક બોલવામાં આવી હતી. બેઠક દરમિયાન શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા ઉપસ્થિત રહ્યા હતા અને આયોજનને લઈ ચર્ચાઓ કરાઈ