ભિલોડામાં દિવસભરના વિરામ પછી ફરી એક વાર વરસાદી ઝાપટાં વરસ્યા હતા.રાત્રિના સમયે અચાનક વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો.પંથકમાં 10 મીમી જેટલો વરસાદ ખાબક્યો હતો.જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.વરસાદી ઝાપટાંને કારણે ગરમીમાંથી રાહત અનુભવાઈ હતી અને માહોલ મલકતો થઈ ગયો હતો.