દેશી દારૂના વેચાણના ગુનામાં સંડોવાયેલા આરોપી સામે હળવદ પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે આરોપી મેરૂ બાબુભાઈ વિજવાડિયા (રહે. માધાપર, મોરબી) વિરુદ્ધ પાસા હેઠળ જેલ હવાલે કર્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટે પાસાની દરખાસ્તને મંજૂરી આપતાં આરોપી વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યુ કર્યું હતું. આ વોરંટના આધારે, હળવદ પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધી કાઢ્યો હતો અને તેની અટકાયત કરી જેલ હવાલે કર્યો.