ઉત્તરાખંડ માં 100 જેટલા યાત્રીઓ ફસાયા હતા.જે યાત્રીઓ સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલનો ટેલિફોનીક સંપર્ક કર્યો હતોં.જ્યાં તેઓએ જણાવ્યું કે,સ્થાનિક લોકલ ગાડીઓને આગળ જવા દેવામાં આવી રહી છે.પરંતુ ગુજરાતના યાત્રીઓને આગળ લેન્ડસ્કેપ થયો છે કહી નથી જવા દેવામાં આવી રહ્યા.જેથી મુકેશ દલાલે તાત્કાલિક ત્યાંના સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસનો ટેલિફોનીક સંપર્ક કરતા તમામ યાત્રીઓને સુરક્ષિત હાલતમાં હોટલ સુધી છોડવામાં આવ્યા હતા. સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો.