સુરત ગ્રામ્ય પોલીસની એસઓજી શાખાએ નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે કામરેજ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન કેસના આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવિરસિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના મુજબ એસઓજી શાખા કાર્યરત હતી. પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. ઇશરાણીના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમે કામગીરી કરી હતી.