ડાંગ જિલ્લાનાં વિકાસ અને વિશેષ આયોજન માટે તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં રાજ્યસભાનાં સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, ડાંગ પ્રયોશા પ્રતિષ્ઠાનનાં પી.પી.સ્વામીજી, અને રાકેશભાઈ તથા રાહુલભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠક નવી દિલ્હી ખાતે ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને યોજાઈ હતી.બેઠકનો મુખ્ય હેતુ ડાંગ જિલ્લાનાં સર્વાંગી વિકાસ માટેની યોજનાઓ પર ચર્ચા કરવાનો હતો