જામનગર જિલ્લાના લાલપુર રૂપાવટી ડેમમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીની આવક ચાલુ હોય, ડેમની સંગ્રહ શક્તિના 80% ડેમ ભરાઈ ગયેલ છે. ડેમની ઉપરવાસની પાણીની આવક ચાલુ છે. તો ગમે ત્યારે ડેમ ઓવર ફલો થવાની શકયતા છે. તો આથી ડેમના પટમાં અવર-જવર ન કરવા જામનગર સિંચાઇ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે