છોટાઉદેપુર જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત “જિલ્લા કક્ષા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમ જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરીના વી સી હોલ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લામાંથી કુલ ૧૬ જેટલા નાગરિકોએ પોતાના વ્યક્તિગત તથા જાહેર હિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.