માણસા તાલુકાના વરસોડા સહિત રાજપૂત સમાજ માટે ગૌરવના સમાચાર છે. માણસા તાલુકાના વરસોડા ગામના વતની એક્સ.નેવીના ઓફિસર કૃષ્ણકુમાર ગજેન્દ્રસિંહ ચાવડાના સુપુત્ર જયવર્ધનસિંહ ચાવડાની GCA અંન્ડર 19 મેન્સ ટીમમાં પસંદગી થઈ છે. જયવર્ધનસિંહ ચાવડાની GCA અંડર-19 મેન્સ વીનુ માંકડ ટ્રોફી 2025-26 માટે પસંદગી કરવામાં આવી છે. પસંદગી થવા બદલ તમામ લોકોએ અભિનંદન પાઠવ્યા હતા.