માણાવદરના જીંજરી ગામના ગોવિંદ ભગવાનજી કુંડારીયાની ભીમોરાના માર્ગ તરીકે ઓળખાતી સીમમાં આવેલી વાડીમાં જુગારની પોલીસે રેડ કરીને અહીંથી જુગાર રમતા કેવિન અશોક પરસાણીયા, મહેશ રાણા જલુ, લખમણ ગોવિંદ હુંબલ, જયસુખ મનસુખ કમાણી, સુરેશ અરજણ ધ્રાગા અને અજીત ભોજા ડાંગર નામના છ શખ્સોને ૬૫,૫૨૦ રોકડા, છ મોબાઇલ સહીત કુલ રૂ.૧,૧૫,૫૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને હાજર નહી મળી આવેલા ગોવિંદ કુંડારીયા અને રાજુ પટેલ સહિતના સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.