સુરત એસીબીએ ભાટપોર જીઆઇડીસી રિઝનલ ઓફિસમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા પરિમલ પટેલને રૂપિયા 50હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.ઔધોગિક બે પ્લોટનો જૂનો શેડ ઉતારવા ફરિયાદીએ અરજી કરી હતી.જે અરજીના કામે મંજૂરી આપવા અને ઝડપી કાર્યવાહી કરવા આરોપી એ લાંચ માંગી હતી.ફરિયાદીએ એસીબી નો સંપર્ક કરતા છટકા નું આયોજન કર્યું હતું.જ્યાં કચેરીમાં જ લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી હતી.રિમાન્ડ મેળવવાની તજવીજ acb એ હાથ ધરી છે.