કેન્દ્ર સરકારે અમેરિકાથી આયાત થતા કપાસ પરની ડ્યુટી શૂન્ય કરતાં આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે. પાટણમાં આપના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે.પાર્ટીના જણાવ્યા મુજબ, 2014 પહેલાં કપાસનો ભાવ ₹1,500 પ્રતિ મણ હતો. હાલમાં સિઝનમાં ભાવ ₹1,300 અને બિન-સિઝનમાં ₹1,100 સુધી નીચે જાય છે. આયાત ડ્યુટી રદ થવાથી અમેરિકન કપાસ સસ્તો મળશે. આનાથી સ્થાનિક ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ નહીં મળે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.