શહેરના નારોલ વિસ્તારના અલિફ નગરમાં રહેતી યુવતી પોતાના પરિવાર સાથે ઘરે હતી. આ સમયે એક તરફી પ્રેમમાં પાગલ અરબાઝ ખાન ઉર્ફે ભૂરો ઉર્ફે ચુચા રંગરેઝ પિસ્તોલ લઈને ઘરમાં ઘૂસી ગયો હતો. જ્યાં યુવતી ઘરે બેઠી હતી અને પ્રેમી અરબાઝખાને તે સગાઈ કેમ કરી તેવું કહીને યુવતી સાથે ઝઘડો કર્યો હતો.