બોટાદ બોટાદ જિલ્લામાં સંસ્કૃત સપ્તાહ ઉજવણીની ઉત્કૃષ્ટ કામગીરીની રાજ્યકક્ષાએ નોંધ લેવામાં આવી છે. સંસ્કૃત સપ્તાહની આ સફળ ઉજવણી માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો. ભરત વઢેરનું સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓમાં નાગરિકોને જોડવામાં આવ્યા હતા.