જૂનાગઢમાં ખલીલપુર રોડ પર આવેલા ગોલ્ડન ફાર્મ નજીકના દાંડિયા ક્લાસમાં બે યુવતી બહાર ઉભી હતી તે સમયે બે ઈસમ દ્વારા બાઈક પર રાઉન્ડ લગાવી અભદ્ર ઈશારા કર્યા મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરી છે. જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલીયા એ પ્રતિક્રિયા આપી છે.