ડાંગ જિલ્લાનાં વઘઇ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ દગડીઆંબા ગામે જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવનાં અધ્યક્ષતામાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય બની રહે તે અંતર્ગત વિલેજ વિઝિટ દરમ્યાન "ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી-કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં દગડીઆંબા ગામના લોકો તથા મહિલાઓ તથા સ્કુલ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.