સુરત: નાનપુરામાં બહુમાળી ભવન સ્થિત અડાજણ સબ રજિસ્ટ્રાર કચેરી ના સબ રજિસ્ટ્રાર મહેશ રણજીતસિંહ પરમારને રૂપિયા ૨.૫૦ લાખની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો છે. ACBએ કોર્ટમાંથી મહેશ પરમારના બે દિવસના રિમાન્ડ મેળવીને પૂછપરછ શરૂ કરી છે. આ લાલચુ અધિકારીએ અન્ય અરજદારો પાસેથી પણ આ જ મોડસ ઓપરેન્ડીથી ગેરકાયદે નાણાં વસૂલ્યા હોવાની આશંકાના આધારે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.