પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન ગણદેવી મતવિસ્તારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટરી ડેમની સ્થળ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પ્રોજેક્ટની કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી અને અધિકારીઓ સાથે ચર્ચા કરી. આ સાથે મતવિસ્તારના અન્ય વિકાસલક્ષી કાર્યો અંગે સરપંચશ્રીઓ અને હોદ્દેદારો સાથે મુલાકાત કરી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરી.