અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. મોડાસા–શામળાજી હાઈવે સહિત ઈસરોલ,ટીંટોઈ અને ખોડંબા વિસ્તારમાં આજે મુશળધાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ સતત વરસતા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમી અને ભભૂકાથી રાહત મળી હતી.