સુરતના ક્રાઇમ બ્રાંચે અમરોલીમાં ત્રણ વર્ષના બાળક આકાશ ઉર્ફે આરવનું અપહરણ અને હત્યા કરનાર આરોપી વિકાસ વિશ્રુદયાલને મુંબઈના બીકેએમ રેલવે યાર્ડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા ત્રણ દિવસથી પોલીસથી ભાગી રહ્યો હતો. ચોક્કસ લોકેશનની માહિતી મળતા પોલીસે ત્રણ દિવસની શોધખોળ બાદ તેને એક કિલોમીટર સુધી પીછો કરીને પકડી પાડ્યો હતો.આરોપી વિકાસ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના પીડિત આકાશનો માસિયાઈ ભાઈ છે.