શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં 13/ 9/ 2025ના શનિવારના રોજ આજે પીએચ.ડીની પરીક્ષા બે વિભાગોમાં આયોજિત કરવામાં આવી હતી. આ પરીક્ષામાં 17 વિવિધ વિષયોના કુલ 1513 ઉમેદવારો ફોર્મ ભરવા આવ્યા હતા જેમાં 416 વિદ્યાર્થીઓ Net ,M.Philઅને GSLET કારણે પરીક્ષામાંથી મુક્તિ પામ્યા હતા તે પૈકી 1097 વિદ્યાર્થીઓએ પીએચ.ડીના પરીક્ષા આપવા માટે ઉમેદવારી નોંધાવી હતી તેમાંથી 976 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં 89% વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.